Articles 1 to 11

Ashoka Chakra

ભારતનું બંધારણ

ભાગ-૧ અને ભાગ-૨ (ચિત્રો સાથે સરળ સમજૂતી)

ભાગ-૧: સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર
Article 1

સંઘનું નામ

“ઇન્ડિયા અર્થાત્ ભારત રાજ્યોનો સંઘ (Union of States) રહેશે.”
યાદ રાખો: ભારત ‘વિનાશી રાજ્યો’નો ‘અવિનાશી સંઘ’ છે. કોઈ રાજ્ય અલગ થઈ શકતું નથી.
India Map with States
Sikkim Map or Addition
બાહ્ય ફેરફાર (સિક્કિમ)
Article 2 (બાહ્ય)

નવા રાજ્યોનો પ્રવેશ

ભારતની બહારના કોઈ પ્રદેશને ભારતમાં ભેળવવો.


Article 3 (આંતરિક)

રાજ્યોની પુનઃરચના

ભારતના હાલના રાજ્યોમાંથી નવું રાજ્ય બનાવવું, નામ બદલવું કે સીમા બદલવી.

Trick: Art 2 = બહારથી અંદર, Art 3 = અંદર ને અંદર ફેરફાર.
Article 4

સંસદની સત્તા

અનુચ્છેદ ૨ અને ૩ હેઠળ થતા ફેરફારો માટે બંધારણીય સુધારા (૩૬૮) ની જરૂર નથી. આ સામાન્ય બહુમતીથી થઈ શકે છે.

ભાગ-૨: નાગરિકતા (Citizenship)
Indian Village or Home
Article 5

પ્રારંભે નાગરિકતા

૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ:

  • જન્મ ભારતમાં થયો હોય.
  • માતા-પિતા ભારતીય હોય.
  • ૫ વર્ષથી રહેતા હોય.

વિભાજન સમયની નાગરિકતા

Article 6

પાકિસ્તાન ભારત

જે લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા તેમને નાગરિકતા.

Article 7

ભારત પાક ભારત

પહેલા પાકિસ્તાન ગયા, પણ ભૂલ સમજાતા ભારત પાછા આવ્યા (Permit દ્વારા નાગરિકતા).

Partition Migration
Article 8

વિદેશમાં વસતા ભારતીયો (PIO)

વ્યક્તિ વિદેશમાં રહેતી હોય પણ મૂળ ભારતીય હોય (માતા-પિતા/દાદા-દાદી અવિભાજિત ભારતના હોય).

દૂતાવાસ (Embassy) માં નોંધણી કરાવીને નાગરિક બની શકે.
Globe Indian Diaspora
Passports of different countries
Article 9

નાગરિકતા રદ

“સ્વેચ્છાએ વિદેશી નાગરિકતા લીધી, તો ભારતની ગઈ.”

Trick: નૌ (9) અર્થાત્ ‘NO’ Dual Citizenship.
Article 10

હકોનું સાતત્ય

તમારી નાગરિકતા કાયદેસર રીતે સુરક્ષિત છે. સંસદના કાયદા સિવાય કોઈ છીનવી શકે નહીં.

Article 11

સંસદની સત્તા

નાગરિકતા અંગેના કાયદા (જેમ કે CAA) બનાવવાની સંપૂર્ણ સત્તા માત્ર સંસદ પાસે છે.

🎓 ભારતીય બંધારણ – સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

Jai Hind 🇮🇳

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply