Indian Polity Mega Quiz

Polity Mega Quiz – President, PM & Cabinet

બંધારણ: કાર્યપાલિકા Mega Quiz

Loading…

Score 0
પ્રશ્ન 1 / 80

i

બંધારણ (રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી) ના સૌથી અગત્યના મુદ્દાઓ જે પરીક્ષામાં સીધા પૂછાઈ શકે
૧. રાષ્ટ્રપતિ (President) – ભારતનો પ્રથમ નાગરિક

  • અનુચ્છેદ ૫૨: ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.
  • લાયકાત: ૩૫ વર્ષની ઉંમર અને ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • શપથ: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) લેવડાવે છે.
  • સત્તાઓ: * અનુચ્છેદ ૭૨: ગુનેગારની સજા માફ કરવાની (ક્ષમાદાન) શક્તિ.
  • અનુચ્છેદ ૧૨૩: વટહુકમ (Ordinance) બહાર પાડવાની સત્તા.
  • સેનાપતિ: ભારતની ત્રણેય પાંખના સર્વોચ્ચ સેનાપતિ.
  • મહાભિયોગ (અનુચ્છેદ ૬૧): રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા માટેની પ્રક્રિયા.
    ૨. ઉપરાષ્ટ્રપતિ (Vice-President)
  • અનુચ્છેદ ૬૩: ભારતના એક ઉપરાષ્ટ્રપતિ રહેશે.
  • ભૂમિકા: તેઓ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે.
  • પગાર: તેમને ઉપરાષ્ટ્રપતિ તરીકે નહીં, પણ રાજ્યસભાના સભાપતિ તરીકે પગાર મળે છે.
  • રાજીનામું: તેઓ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે.
    ૩. પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદ
  • અનુચ્છેદ ૭૪: રાષ્ટ્રપતિને મદદ કરવા માટે એક મંત્રી પરિષદ હશે.
  • અનુચ્છેદ ૭૫: પ્રધાનમંત્રીની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે.
  • જવાબદારી: મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે.
    ૪. એટર્ની જનરલ (Attorney General) – અનુચ્છેદ ૭૬
  • તે ભારત સરકારના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી છે.
  • નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
  • નોંધ: ભારતના પ્રથમ એટર્ની જનરલ એમ. સી. સિતલવાડ હતા.
    યાદ રાખવાની શોર્ટકટ ટિપ્સ:
  • ૩૫ વર્ષ: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ત્રણેય માટે લઘુત્તમ ઉંમર ૩૫ વર્ષ છે.
  • રાજીનામું: રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એકબીજાને રાજીનામું આપે છે.
  • બંધારણીય વડા: રાષ્ટ્રપતિ એ દેશના બંધારણીય વડા છે, જ્યારે પ્રધાનમંત્રી એ વાસ્તવિક વડા છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply