કંપની શાસનની શરૂઆત (Beginning of Company Rule)


 કંપની શાસનની શરૂઆત

(Beginning of Company Rule)

🔹 ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના

  • 1600 ચાર્ટર: મહારાણી એલિઝાબેથ-I દ્વારા 15 વર્ષ માટે વેપાર પરવાનો.
  • 1613: સુરતમાં અંગ્રેજોની પ્રથમ કોઠી સ્થપાઈ.
  • સર થોમસ રો: જહાંગીર પાસેથી પરવાનો મેળવ્યો.

🔹 1726 નો ચાર્ટર

  • સત્તા: કલકત્તા, મુંબઈ, મદ્રાસના ગવર્નરોને કાયદો બનાવવાની સત્તા મળી.
  • ફેરફાર: પહેલાં આ સત્તા ઈંગ્લેન્ડમાં ‘બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ’ પાસે હતી.

નિયામક ધારો (Regulating Act – 1773)

  • ✅ લેખિત બંધારણ: કંપની શાસન માટે પ્રથમ વાર લેખિત નિયમો.
  • ✅ હોદ્દો બદલાયો: ‘બંગાળનો ગવર્નર’ ➝ ‘ગવર્નર જનરલ ઓફ બંગાળ’.(પ્રથમ G.G.: વોરન હેસ્ટિંગ્ઝ)
  • ✅ સુપ્રીમ કોર્ટ (1774): કલકત્તામાં સ્થાપના. (1 મુખ્ય + 3 અન્ય જજ).મુખ્ય ન્યાયાધીશ: સર એલિઝા ઈમ્પે.

એક્ટ ઓફ સેટલમેન્ટ (1781): ગવર્નર જનરલ અને મહેસૂલી બાબતોને સુપ્રીમ કોર્ટમાંથી મુક્તિ મળી.

પિટ્સ ઈન્ડિયા એક્ટ (1784)

દ્વિમુખી શાસન પદ્ધતિ:

કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ માત્ર વેપારી બાબતો
બોર્ડ ઓફ કંટ્રોલ રાજકીય બાબતો (6 સભ્યો)
  • નવું નામ: કંપનીના પ્રદેશોને “બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ” કહેવાયા.
  • 1786 અધિનિયમ: કોર્નવોલિસને ‘વીટો પાવર’ અને સેનાપતિની સત્તા મળી.
  • 1793 ચાર્ટર: કંપનીનો પરવાનો 20 વર્ષ વધાર્યો.

📅 : ચાર્ટર એક્ટ્સ (1813-1833)

1813 ચાર્ટર એક્ટ

  • વેપાર એકાધિકાર સમાપ્ત (ચા અને ચીન અપવાદ).
  • ભારતીય શિક્ષણ માટે 1 લાખ રૂપિયા ફાળવાયા.

1833 ચાર્ટર (સંપૂર્ણ કેન્દ્રીકરણ)

  • હોદ્દો: ‘બંગાળનો G.G.’ ➝ ‘ભારતનો ગવર્નર જનરલ’ (લોર્ડ બેન્ટિક).
  • કાયદા પંચ: પ્રથમ પંચ રચાયું (અધ્યક્ષ: લોર્ડ મેકોલે).
  • દાસપ્રથા નાબૂદી.

🛑 : કંપની શાસનનો અંત (1853)

(The End of Company Rule)

📜 ચાર્ટર એક્ટ – 1853 (વિશેષતાઓ)

  • 🏛️ બંગાળ માટે: અલગ ‘લેફ્ટનન્ટ ગવર્નર’ ની નિમણૂક કરવાની સત્તા.
  • 👨‍⚖️ સિવિલ સર્વિસ (ICS): ભારતીયો માટે પણ ખુલ્લી મુકાઈ (Open Competition).👉 1854 માં ‘મેકોલે સમિતિ’ રચાઈ.
  • ⏳ કંપનીનો સમયગાળો: કોઈ નિશ્ચિત મુદત નહીં.(સંસદ ઈચ્છે ત્યાં સુધી જ પ્રદેશો રાખી શકશે.)
  • 📉 ડાયરેક્ટર્સ: સંખ્યા 24 થી ઘટાડીને 18 કરવામાં આવી.

📥 Download Full History PDF

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply